એક નજર અબુલ કલામ આઝાદના જીવન ચરિત્ર પર

તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ મુસ્લિમ  એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલા  પ્રખર વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા. તેમણે સ્વતંત્રતા પહેલા કરેલી આગાહી માટે પણ તેઓ જાણીતા છે જેમાં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પાકિસ્તાનનાં  ભાગલા પડશે અને ત્યાં લશ્કરી શાસન આવશે. તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર) ૧૯૯૨માં આપવામાં આવ્યું હતુ.

 

તેમને સામાન્ય રીતે મૌલાના આઝાદ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે તેમના ઉપનામ (તખ્લ્લુસ) તરીકે આઝાદ નામ અપનાવ્યું હતું. ભારતમાં શિક્ષણનો પાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે તેમનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *