પધ્ધર પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો, 3 ફરાર: 82,700નો મુદ્દામાલ જપ્ત

પધ્ધર પોલીસ સ્ટાફ પ્રોહીબિશનની બદી દૂર કરવા કુકમા ગામમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગંઢેર સીમ વાડી વિસ્તારમાં રહેતો  બાબુ રાણા રબારી મોટી રેલડી ગામમાં વાડી વિસ્તારમાં રમજાન સુમરાના કબજાની વાડીમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો રાખેલ છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા વાડીની ઓરડીમાં આરોપી બાબુ રાણા રબારી હાજર મળી આવ્યો હતો. પોલીસે ઓરડીની તલાસી લેતા ખાખી કલરના બોક્ષમાથી ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂની 222 બોટલો મળી આવી હતી. પધ્ધર પોલીસે આરોપીની અટકાયત કરી તેના પાસેથી દારૂની અલગ અલગ 222 બોટલો કિ.રૂ.77,700તેમજ એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 મળી કુલ કિ.રૂ. 82,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપીની દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ ઈંગ્લિશ દારૂનો જથ્થો અંજારના મહાદેવનગરમાં રહેતો અલ્પેશસિંહ મહિપતસિંહ ઝાલા આપી ગયો હોવાનું જણાવ્યુ હતું. વધુ માં આરોપીએ વાડી અંગે ન જાણતો હોવાનું અને પંદરેક દિવસ પહેલા તેનો મિત્ર રમજાન ઉર્ફે રમજુ કાસમ ચૌહાણે વાડીમાં ઈંગ્લિશ દારૂના વેચાણ અર્થે જથ્થો રાખવા દીધેલ હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપીઓ  વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.