ઇંગ્લીશ દારૂના ગુનામા ૧૧ માસથી ફરાર આરોપીને પકડી પાડતી. જામનગર એલ.સી.બી .
પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ- રાજકોટનાઓએ
નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના આપેલ હોય,જેથી જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલ્
સાહેબ નાઓ માર્ગદર્શન મુજબ એલ.સી.બી પો.ઇન્સ.શ્રી.જે વી.ચૌધરી નાઓ તથા પો.સબ ઇન્સ શ્રી એસ.પી ગોહિલ નાઓ તથા સ્ટાફના માણસો ફરાર આરોપીઓ પકડી પાડવા કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા,રાકેશભાઇ ચૌહાણ નાઓને મળેલ હકિકત આધારે મેધપર પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશનના ગુનામાં ૧૧ મહિનાથી ફરાર આરોપી – ડુંગરામા અરજણભા માણેક રહે ધીણકી ગામ જીલ્લો- દેવભુમી દ્વારકા વાળાને
જામનગર શહેરમાં પવન યકકી પાસેથી પકડી પાડી પો.હેડ કોન્સ અશોકભાઇ સોલંકી એ કાયદેસર કાર્યવાહી કરેલ છે.