રાધનપુર પોલીસ સ્ટેશન પાટણના અપહરણાના ગુન્હાના ફરાર આરોપી તથા ભોગબનનારને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.પોલીસ

જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ જામનગર જીલ્લામાં ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન.ચૌધરી સાહેબને સુચના કરેલ હોય જે અનવ્યે એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. ટીમના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબની સુચના મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા નાઈટ રાઉન્ટ પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના અરજણભાઈ કોડીયાતર તથા રમેશભાઈ ચાવડા તથા મયુદીનભાઈ સૈયદને બાતમી હકિકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન જી.પાટણામાં ગુન્હો દાખલ થયેલ અને આ ગુન્હામાં નાસતા-ફરતા આરોપી સુરેશભાઈ ઉર્ફે ભલાભાઈ ગોવાભાઈ ઠાકોર રહે કોલ્હાપુર ગામ તા.રાધનપુર જી. પાટણ વાળો ભોગબનારને લઈને નાશી ગયેલ હોય અને હાલ તે ફરાર હોય અને હાલ તે જામનગર એસ.ટી.ડેપોની બાજુમાં આવેલ ચા ની હોટલ પાસે બેઠેલ હોય જેથી સદર જગ્યાએ જતા આરોપી સુરેશભાઈ ઉર્ફે ભલાભાઈ ગોવાભાઈ ઠાકોર તથા તેની સાથે ભોગબનનાર સગીરા મળી આવેલ જેથી મજકુરને તથા ભોગબનનાર સગીરાને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.