મનફરામાં નદીના પટમાં દટાયેલો શરાબનો જથ્થો ઝડપાયો

0c3e0649-19d0-4e80-8fa0-e4c6a3f2c979

ભચાઉ તાલુકાના મનફરામાં સ્થાનિક પોલીસે નદીના પટમાં છુપાવાયેલો અંગ્રેજી પ્રકારના શરાબનો’ મોટો જથ્થો મોડી રાત્રીના ઝડપી પાડયો હતો.’ પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી’ વિગતો મુજબ મનફરા ગામની ઉગમણી સીમમાં’ આરોપી માદેવા કમા કોલી અને હંસરાજ વિભા કોલી સંઘાઉ નદીના સરકારી પડતર જમીનમાં આવલી ખાણમાં શરાબનો જથ્થો દાટી રાખ્યો હોવાની બાતમી મળી હતી. મોડી સાંજે કરાયેલી કાર્યવાહીમાં જમીનમાં દાટેલો શરાબનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. મેકવોવેલ્સ કલેકશન વ્હીસ્કીની 1584 નંગ બોટલો અને રોયલ ચેલેન્જ રીઝર્વ વ્હીસ્કીની 180 નંગ બોટલો મળી આવી હતી. ઝડપાયેલા શરાબના જથ્થાની કીમત રૂ. 6.84 લાખ આંકવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ’ વાગડમાં નદી તળાવના પટમાં છુપાવાયેલો શરાબ ઝડપાયો હતો. આ કાર્યવાહીમાં ભચાઉ પી.આઈ. ઝેડ.એન. ધાસુરા તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો.