આદિપુર પોલીસે જુગાર રમતા 3 જુગારીઓને ઝડપ્યા: 67,600નો મુદ્દામાલ જપ્ત

આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મદનસિંહ સર્કલ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ક્રિષ્ના હોસ્પિટલની પાસે જાહેરમાં અમુક શખ્સો રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપી પાસેથી 22,600 રૂપિયા રોકડા તથા 2 ટુ-વ્હીલર મળી 45,000 મળી કુલ કિ.રૂ.67,600નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ;

  1. હરશીભાઈ વાલજીભાઈ ધૈડા ઉ.વ.51, રહે, 160 સી.ડી.એક્ષ.એ.ચારવાડી આદિપુર
  2. ભીખુભાઈ ગોવિંદભાઈ બવા ઉ.વ.24, રહે, બવા ફળિયું, અંતરજાળ
  3. નારણભાઈ હમીરભાઈ બવા ઉ.વ.32 રહે. રાજનગર અંતરજાળ