ગાંધીધામ કાર્ગો ઝુંપડા વિસ્તારમાં થયેલ ખુનનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
copy image
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ- ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પુર્વ કચ્છ-ગાંધીધામનાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજારનાઓ ધ્વારા જીલ્લામાં શરીર સંબંધી તથા મીલકત સબંધી ગુન્હા બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવાની સુચના સંદર્ભે પોલીસ ઈન્સપેક્ટર શ્રી એમ.એન.દવે સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ગાંધીધામ કાર્ગો વિસ્તારમાં તીક્ષણ હથીયાર વડે ઘા મારી ખુન થયેલ તે ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડી તેની ગુના સબંધે પુછપરછ કરતા તેણે ગુનાની કબુલાત આપતા તેની ધરપકડ કરી તેની પાસેથી ગુના કામે વપરાયેલ છરી કબ્જે કરી વણ-શોધાયેલ ખુનના ગુનાને ગણતરીના કલાકો માં શોધી કાઢી આરોપી વિરૂધ્ધ કાયદેસરની ર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
:: મરણ જનારનું નામ ::નરેશ ઉર્ફે ચીપલી લક્ષ્મણભાઈ બારોટ રહે.કાર્ગો એકતાનગર ઝુંપડા ગાંધીધામ
:: પક્ડાયેલ આરોપી રોહિતકુમાર ગોવિદભાઈ ગ૨વા રહે.કાર્ગો એકતાનગર ગાંધીધામ
:: શોધાયેલ ગુનો :: ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ એ ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૭૨૩૦૦૮૩ ઈ.પી.કો.કલમ-૩૦૨,૫૦૬(૨),૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ઉપરોકત કામગી૨ી પોલીસ ઈન્સપેક્ટર શ્રી એમ.એન.દવે સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફનાં માણસો દ્રારા કરવામાં આવેલ છે.