ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ભાણવડ પોલીસ
દેવભુમી દ્વારકા એસ.પી.શ્રી નિતેશ પાંડે સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળિયા વિભાગના શ્રી હાર્દિક પ્રજાપતી સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ વિસ્તારમાં પ્રોહિબીશન/જુગાર ની બદી નાબુદ કરવા તેમજ કેશો શોધી કાઢવા ભાણવડ પી.એસ.આઈ શ્રી ને સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને આજરોજ તા.8/2/2023 ના રોજ ભાણવડ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગ માં હોય તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ,પો.કોન્સ બાતમીના આધારે ફતેપુર ગામથી સઈ દેવળીયા ગામ તરફ જતા રસ્તે બોડકી ગામના પાટીયા પાસે 3 રસ્તે ફરારી આરોપીએ પોતાના કબ્જા ભોગવટાની મારુતી સુઝુકી બલેનો કાર રજી.નં જી જે 10 ડીએ 3193 કિ.રુ 3લાખ વાળીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 96 કિ.રુ 38.400 ની ગણી કુલ 338400 મુદામાલ રાખી લઈ નિકળતા રેઈડ દરમિયાન આરોપી ફોરવ્હિલ મુકી નાસી ગયેલ હોય. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જોતા મેકડોવલ્સ નં.1,કલેકશન વ્હિસ્કી ના માર્કોની 750 M.L. ની 42.8% વી.વી.લખેલ ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની BOTTLE for sale in punjab only.ના માર્કાવાળી કંપની શીલબંધ બોટલો હોય.કુલ રુપીયા 38.400 નો મુદામાલ કબ્જે કરેલ હોય.તેમજ ફરારી આરોપીને અટક કરવા પર બાકી હોય તો તેના વિરૂદ્ધ પો.હેડ.કોન્સ્ટેબલ એ ફરિયાદ રિપોર્ટ આપેલ છે.
મારુતી સુઝુકી બલેનો કાર જીજે 10 ડીએ 3193 નો ચાલક ફરાર થયેલ હોય.
આ રેઈડ કરનાર પી.એસ.આઈ શ્રી પી.ડી.વાંદા સાહેબ સર્વેલન્સ પો.હેડ.કોન્સ કિશોરસિહ જાડેજા ,વિપુલ હેરભા, પો.કોન્સ શકિતસિહ એ.ઝાલા,વેજાણંદ ભાઈ બેરા,વિપુલ મોરી,મનહર સિહ જાડેજા ,અજય ભરવાડીયા સંયુક્ત કામગીરી કરેલ હોય.