ગાંધીધામ સીજીએસટીના અધિકારી સામે સીબીઆઇએ ગુનો નોંધ્યો

સીબીઆઇએ ગાંધીધામ સ્થિત સીજીએસટીના મદદનીશ કમિશનર મહેશ ચૌધરી અને તેમની પત્ની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના આરોપમાં ગુનો નોંધ્યો છે. સીબીઆઇ દ્વારા હાથ ધરાયેલા એકાએક દરોડાની કાર્યવાહી દરમિયાન સીબીઆઈના અધિકારીઓને સીજીએસટી મદદનીશ કમિશનર મહેશ ચૌધરીના અમદાવાદના બોડકદેવમાં આવેલા’ ઈસ્ટ ઈબોનીની ડી-વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાંથી 42 લાખ રોકડ અને એક કરોડની ઘડિયાળ અને ઘરેણા મળી આવ્યા હતા. અમદાવાદના પોશ વિસ્તારમાં રાજપથ ક્લબની પાછળ ઈસ્ટ ઈબોની એપાર્ટમેન્ટ આવ્યું છે, જ્યાં મોંઘાદાટ એપાર્ટમેન્ટમાં અમદાવાદના અનેક નામાંકિત ઉદ્યોગપતિઓ રહે છે. ત્યાં સીબીઆઇ દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન લાખોની અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે.’ તેમના પર આરોપ છે કે આરોપીઓએ 2017થી 2021 દરમિયાન તપાસના સમયગાળા દરમિયાન જંગી રકમ રોકડ, બેંક બેલેન્સ, જંગમ અને સ્થાવર મિલકતો પોતાનાં નામે અને પરિવારના સભ્યોનાં નામે કરી હતી, જે લગભગ રૂ. 3,71,12,499 થવા જાય છે જેમાંથી લગભગ 74 ટકા અપ્રમાણસર થાય છે. સીબીઆઇએ પતિ-પત્ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર હજુ પણ તેમના અન્ય સ્થળોએ આવેલા રહેઠાણોમાં શોધખોળ ચાલુ છે.’ સૂત્રોના જણાવ્યા મુજબ આ અધિકારી થોડા સમયમાં સ્વૈચ્છિક નિવૃત્ત થવાના હતા અને એ માટે અરજી પણ આપી દીધી હતી. તેઓ કોઇ રાજકીય પક્ષમાં જોડાવાની વેતરણમાં હતા. શહેરની સી.જી.એસ.ટી.ની કચેરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સહાયક કમિશનર તરીકે’ પોસ્ટિંગ મેળવનારા મહેશ ચૌધરી અમદાવાદની કચેરીએ કામ સંભાળતા હતા. ગાંધીધામની કચેરીનું અમદાવાદ ખાતે કંઇ કામ હોય તો આ અધિકારી ત્યાંનું કામ સંભાળતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદના અનેક નામાંકિત ઉદ્યોગપતિઓ આ એપાર્ટમેન્ટમાં રહે છે તેવા આ મોંઘેરા એપાર્ટમેન્ટમાં આવેલા સહાયક કમિશનરના ફલેટમાં સી.બી.આઇ.એ કાર્યવાહી જારી રાખી હતી, જેમાં રોલેક્સ, રાડો જેવી મોંઘી કંપનીઓની મોંઘી ઘડિયાળ વગેરે વસ્તુઓ પણ મળી આવી હતી. આ અધિકારીએ વર્ષ 2017થી 2021 દરમ્યાન પોતાનીં નામે તથા પરિવારના સભ્યોનાં નામે જંગી રોકડ, બેંક બેલેન્સ, જંગમ અને સ્થાવર મિલ્કતોના રૂપમાં અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી.આજે સી.બી.આઇ.ની ટીમે ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી હતી. અમદાવાદ ખાતે ગાંધીધામ સી.જી.એસ.ટી.ના સહાયક કમિશનરના ઘરે થયેલી કાર્યવાહી દરમ્યાન મિલકત સંબધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ।