ગે.કા. હથિયા૨ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ગાંધીધામ.
અંજાર તાલુકાના મથડાથી ખેડોઇ જતા રોડ પર પૂર્વ બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીએ દેશી બંદૂક અને દારૂ ગોળા સાથે એક ઇસમને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. પીઆઇ એસ.એન.ગ ુએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અંજારના મથડા ખાતે રહેતો વાલજીભાઇ ખમુભાઇ મહેશ્વરી(સિંધવ) મથડા થી ખેડોઇ તરફ જતા કાચા રસ્તા પર પરવાના વગરની બંદૂક લઇને જઇ રહ્યો છે આ બાતમીના આધારે તે જગ્યાએ જઇ વાલજીભાઇને રૂ.5 હજારની કિંમતની હાથ બનાવટની દેશી બંદૂક, રૂ.100 ની કિંમતનો ગન પાવડર (દારૂ ગોળો) સહિત કુલ રૂ.5,100 ના મુદ્દામાલ સાથે પકડી અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી એસ.એન.ગડુ તથા પો.સ.ઈ.શ્રી એમ.એમ.ઝાલા તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.