બે કાર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો

આ અંગે  જયેશભાઈ બીજલભાઈ ડુંગરીયાએ કોડાય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે તેઓ તા.12-2ના પોતાના પત્ની અને દીકરા સાથે માંડવીથી પરત  ફરી રહ્યા હતા. તે દરમિયાન માનવમંદિરની પાસે પહોચતા GJ-01-KQ-6088 કારના ચાલકે પોતાની ગાડી રોંગ સાઇડમાં પૂર ઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદીની ગાડીને ટક્કર મારી હતી. જેમાં ફરિયાદી તથા તેના દીકરા અને પત્નીને ઇજાઓ પહોચી હતી. તેઓને સારવાર અર્થે બીદડા મધ્યે સર્વોદય હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાથી  વધુ સારવાર અર્થે માંડવી ઘકાણ હોસ્પિટલ રીફર કરાયા હતા. જ્યારે કાર ચાલક ઘટના સ્થળ પર કાર મૂકી નાશી ગયો હતો. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.