દયાપર પોલીસે ખેતરમાથી દારૂનો જથ્થો ઝડપ્યો : આરોપી ફરાર

દયાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આશાપર ગામે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આશાપર ગામના ભુરૂભા પ્રેમસિંહ સોઢા આશાપુરા સિમ વિસ્તારમાં આવેલ પોતાના કબજાના ખેતરમાં ભારતીય બનાવટનો અંગેજી દારૂ રાખેલ છે. પોલીસે ખેતરમાં દરોડો પાડતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની 12 બોટલો મળી આવી હતી. જ્યારે આરોપી દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે 4800નો મુદ્દામાલ કબ્જે વધુ તપાસ હાથ ધરી છે.