ખાનાય ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા

પોલીસ નખત્રાણા વિભાગમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયયાન નેત્રા ગામના  બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ખાનાય ગામે રહેતો દલપત ઉર્ફે ધલો ગણપતસિંહ સોઢા દેશીદારૂ બનાવવાની ભટ્ઠી ગાળી દારૂ બનાવે છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી દેશી દારૂ બનાવનો આથો કિ.રૂ.2400 તથા દારૂ મળી કુલ.કિ.રૂ.2840નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.