શેખપીર ત્રણ રસ્તા પાસે ટેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ
આ અંગે મોટી રવમાં રહેતા વનવીરભાઈ ભોજાભાઈ રાજપુતે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.13-2ના ભુજથી સાંજના સવા પાંચ વાગ્યાના અરશામાં પોતાની માલીકીની MH-04-FW-5013 કાર વડે ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન પોણા છ વાગ્યાના અરસામાં શેખપીર ત્રણ રસ્તા ઉપર પહોચતા પાછળથી આવી રહેલા GJ-12-BZ-2833ના ટ્રક આઈવા ટેલર ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે ચલાવી ફરિયાદીના ગાડીની ખાલી સાઈડના આગળના દરવાજામાં ટક્કર મારી હતી. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી પરંતુ કારમાં નુકશાન પહોચ્યું હતું. પોલીસે ટેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.