લખપતના પાંધ્રો GMDCમાં બે ટ્રક વચ્ચે આવી જવાથી યુવકનું મોત નિપજ્યું

આ અંગે મળતી માહિતી અનુસાર અકસ્માતની આ ઘટના ગત મોડી રાત્રિના અરસામાં બની હતી. લખપત તાલુકાના પાંધ્રોમાં આવેલ લિગ્નાઇટ પ્રોજેકટ અંદરના વિજ મથક વિસ્તારમાં આવેલા વે બ્રિજ પાસે ગત મોડી રાત્રે 25 વર્ષીય અરવિદ ઉર્ફે અનિલ જુજાજી હૈડાનું બે ટ્રક વચ્ચે આવી જવાથી મૃત્યુ થયું હતું. હતભાગી યુવક પોતાની ટ્રક ઉભી રાખી ટ્રકના કાંચ સાફ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક ટ્રક આગળ તરફ ચાલવા લાગતા તે ટ્રક પરથી દૂર જવા ગયો હતો પરંતુ ત્યાં સુધીમાં ટ્રક આગળ ઉભેલી અન્ય ટ્રક સાથે ટક્કરાઈ ગઈ હતી. જેથી યુવક બંને ટ્રક વચ્ચે આવી જતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે નારાયણ સરોવર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.