ગાંધીધામમાં એક કલાકમાં અડધા લાખની બાઈકની તસ્કરી

શહેરની ઓમ સિનેમા નજીક કોઈ અજાણ્યા શખ્સો ત્રાટકીને માત્ર એક કલાકના સમયગાળામાં રૂ. 45000 નું બાઇક ચોરી જતાં ગુનો નોંધાવયો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના હિરાલાલ સર્કલ પાસે આ ધટના બની હતી. લીલાશાહનગરમાં રહેતો અક્ષય રાજેન્દ્ર તિવારીએ સાંજના અરસામાં મોટરસાયકલ નંબર જીજે 12 ડીએલ 2741 રૂપિયા 45,000નું ઓમ સિનેમા નજીક પન્ના સ્ટોર સામે પાર્ક કર્યું હતું. ત્યારે માત્ર 1 કલાકના સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને બાઇક હંકારી જઈ ચોરી કરી શખ્સો ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *