રામવાવ સીમમાં શરાબની 19 બોટલો મળી, શખ્સ ફરાર
રાપર તાલુકાનાં રામવાવ સીમમાં ખેતતલાવડીની પાળપર પોલીસે દરોડો પાડીને શરાબની 19 બોટલ પકડી પાડી હતી, પરંતુ શખ્સ ચકમો આપી ફરાર થઈ ગયો હતો. રાપર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે,ગત બુધવારના બપોરના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. રામવાવ સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પરંતુ લક્ષ્મણસિંહ ઉર્ફે લખુભા મંગળસિંહ જાડેજા રહે, રામવાવ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેથી તેના ખેતરની બાજુમાં આવેલ ખેત તલાવડીની પાળ પર બાવળની ઝાડીમાં કાર્યવાહી કરતાં ઇંગ્લિશ શરાબની 19 બોટલ રૂપિયા 6,650 નો જથ્થો હાથ લાગ્યો હતો. પરિણામે રાપર પોલીસે નાસી ગયેલા શખ્સ લક્ષ્મણસિંહ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.