ભાનાડા નજીક કારે બાઇકને હડફેટે લેતાં એક ઇજાગ્રસ્ત

નલિયા-માંડવી હાઇવે પર ભાનાડા એરફોર્સની સામે કારચાલકે બાઇકને હડફેટે લેતાં એકને ઇજા પહોચી હતી. આ બાબતે રવજીભાઇ ભીમજીભાઈ ગોરડીયાએ લખાવેલી ફરિયાદ મુજબ તા. 24ના બપોરના અરસામાં ભાનાડા એરફોર્સની સામેથી પોતે બાઇક નંબર જીજે 12 બીકયું 7678 લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સ્વિફટ કાર નંબર જીજે 12 સીજી 3125 ના ચાલકે પુરઝડપે અને બેદરકારી પૂર્વક રીતે વાહન ચલાવીને હડફેટે લેતાં રવજીભાઇને ફેકચર સહિતની ઇજાઓ કરી હતી. જે સંદર્ભે કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા પોલીસે શખ્સ કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *