વડોદરા : બાઈક ઉપર થતી હતી શરાબની હેરાફેરી, પોલીસે ત્રણને પકડી પાડ્યા

વડોદરા જિલ્લાના કરજણ નગરમાંથી પોલીસે વિદેશી શરાબની હેરાફેરીમાં ત્રણ ઇસમોને પકડી  પાડ્યા છે. જ્યારે શરાબના ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઇસમોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત રોજ કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમના માણસો પ્રોહિબીશન ડ્રાઇવમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે કરજણ નગરના રંગ કોમ્પલેક્ષ ખાતેથી કમલેશ સોમા પરમાર રહે. પુનિયાદ, ડભોઈ જેઓ શ્રી રંગ ઉપવન કાંઠેથી પોતાની ટીવીએસ મોટર સાયકલ નંબર જીજે ૦6 એચ એમ ૦૦7૦ લઈ વિદેશી શરાબ લઈને મિયાગામ ચોકડી તરફ જઇ રહ્યો હતો.આ મોટર સાયકલ પર બે શખ્સો બારદાનનો થેલો લઈ આવતાં પોલીસે બાઈકને ઓવર ટેક કરી ઉભા રહેવા ઈશારો કર્યો હતો. જેથી બાઈકની પાછળ બેસેલો શખ્સ બારદાનનો થેલો નાંખી નાસી ગયો હતો. જ્યારે બાઈક ચાલક પકડાઈ જતા તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ કમલેશ સોમા પરમાર રહે. પુનિયાદ હોવાનું જણાવ્યું હતું.પોલીસે કમલેશની અંગઝડતીમાં એક મોબાઇલ કિંમત રૂ.3,000 તથા તેની પાસેના થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની બોટલ નંગ ૧૨૪ કિંમત રૂ.૨૧,૦૯૫ તેમજ મોટરસાયકલ કિંમત રૂ.૨૦,૦૦૦ તેમજ અન્ય મોબાઇલ નંગ ૧ કિંમત રૂ.૭,૦૦૦ મળી કુલ રૂ.૪૮,૦૯૫ નો મુદ્દામાલ જથ્થો મળી આવ્યો હતો. તેમજ તેના મકાનમાં શરાબ રાખી હેરાફેરી કરતા પોલીસે દરોડા  દરમિયાન કમલેશ સોમા પરમાર, વિજય વિનુ વસાવા તથા કિશન શશીકાંત વસાવાને પકડી પાડ્યા હતા. જ્યારે ગોપાલ બલેશ્વર શર્મા તથા મહેન્દ્રસિંહ ભરતસિંહ પઢિયાર વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ફરાર ઇસમોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *