ધ્રબમાં રોકડ સાથે ચાર શખ્સો જુગાર રમતા ઝડપાયા
મુન્દ્રા તાલુકાનાં ધ્રબ ખાતે આવેલા રાશાપીર સર્કલ પાછળથી શ્રમિક વસાહત પાસેથી ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા ચાર આરોપીઓને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યા હતા. મુન્દ્રા પી.આઈ.મૂલેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્ટાફે છાપો માર્યો હતો, જેમાં સૌરભઅલી મહંમદ આમીન(રહે. તાંગપુર), મેરાજઆમલ મોહીઝશા(રહે. ચમલવા), સુનીલ મનીષચંદ કાયસ્થ(રહે. ગાન્નોર) (હરિયાણા) તથા દેવરા તોપનો આદિવાસી(રહે. વસાદાતો (ઝારખંડ) (રહે. તમામ હાલ શ્રમિક વસાહત ધ્રબ)ને રૂ. 12,900 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. એએસઆઈ નારાણ રાઠોડ, ગજુભા જાડેજા, પો.હે.કો. પુષ્પરાજસિંહ ચુડાસમા, દેવરાજ ગઢવી, ઉદયસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા તેમજ રવિરાજસિંહ જાડેજા જોડાયા હતા.