બિદડામાં જમીન બાબતે ખેડૂત પર હુમલો
માંડવી તાલુકાનાં બિદડા ખાતે ધમકીનો મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. જ્યારે ભુજ તાલુયકના માધાપર હાઇવે પાસે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે બિદડામાં સવારના અરસામાં હિતેશ રતનશીભાઈ પટેલ જેસીબી વડે પ્લોટમાં પાયાવિધિ કરી રહ્યા હતા. ત્યારે રવિલાલ કાનજી નાકરાણી, રાધાબેન, હરિભાઇ કાનજી અને રાજન યોગેશે કામ બંધ જમીન અમારી માલીકીની છે. તેવું કહીને ધમકી આપી હતી તે બાબતે ફરિયાદ લખાવાઈ છે. જ્યારે માધાપર હાઇવે વિસ્તારમાં દેવચંદ રાયમલ પરમાર ને ટેટા દેવચંદ અને ગડા નવગણે ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. દિકરીની મજાક કરવા બાબતે મામલો બીચક્યો હતો. ઇજાગ્રસ્તને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેઓની ફરિયાદ્દના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.