વિજાપુર-વસઇ ફાટક નજીક ટ્રક-બાઇક ભટકાતાં બાઇકસવારનું મૃત્યુ થયું
મહેસાણા વિજાપુર-વસઇ ફાટક નજીક ગત રાત્રે પુરઝડપે આવતી ટ્રકની ટક્કરે એક બાઇકચાલકનો મૃત્યુ થયું હતું. જ્યારે બાઇક અને ટ્રકમાં આગ લગતા બને સળગી જવા પામ્યા હતા. જયરે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. વિજાપુર-વસઇ ફાટક નજીક ગુરુવારની ગત રાત્રે એક બાઇક ચાલક સતાનભાઈ વિરમાભાઈ પોતાનું બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક પુરઝડપે આવતી ટ્રક સાથે ઘસડયો હતો. તે દરમિયાન બાઇક અને ટ્રકમાં આગ લગતા બંને વાહનો બળી ગયા હતા. જ્યારે બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોચતા બનાવસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ વિજાપુર પોલીસને કરતાં બનાવસ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.