વાડીમાં શરાબ પીવાની ના પાડતા એક યુવાન પર આઠ શખ્સો દ્રારા હુમલો કરી 1200ની લૂંટ
જૂનાગઢના ધારાગઢ દરવાજા પાસે વાડીમાં શરાબ પીવાની ના પાડતા આઠ ઇસમોએ યુવાન પર હુમલો કરી રૂ.1200 લૂંટી લીધા હતા. આ બાબતે ફરિયાદ થતાં એ ડિવિઝન પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી છે. આ બાબતની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત પ્રમાણે શહેરના ધાંચીવાડા વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન ઉર્ફે હામીલની ધારાગઢ દરવાજા પાસે વાડી આવેલી છે. ત્યાં ગત સાંજના અરસામાં ઈમરાન,મોહસીન, સોએબ સહિત આઠ ઇસમો વાડીમાં ધુસી શરાબ પીતા હતા આથી અબ્દુલભાઈએ વાડીમાં શરાબ પીવાની ના પાડતા આ ઇસમોએ લાકડી તથા કુહાડીથી હુમલો કરી ઇજા પહોચાડી હતી. અબ્દુલભાઈ પાસેથી રૂ. 1200 લૂંટી લીધા હતા. આ બાબતે ફરિયાદ થતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી મોહસીન અવકલ લતીફ, રજાક હિંગોરજી,ઈમરાન યાકુબ તથા સોએબ કાસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.