વિરાણીયામાં અંગ્રેજી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મુન્દ્રા તાલુકાનાં વિરાણીયા ગામમાંથી અંગ્રેજી દારૂ સાથે એકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી અંગ્રેજી દારૂની 72 બોટલ સહિત કુલ રૂ.28,400નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. મુન્દ્રા પોલીસે શખ્સ સામે આગળની તપાસ હાથ ધરી હતી. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વિરાણીયા ગામે રહેતા મહિપતસિંહ સુરૂભા ઝાલા(ઉ.વ.43) ના વરંડામાં રેડ પાડીને ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂની પેટી નંગ 6, દારૂની બોટલ નંગ 72 કિંમત રૂ.28,400નો મુદામાલ જપ્ત કર્યો હતો. મહિપતસિંહને દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતાં તેણે કાળુભા નારસંગજી ચૌહાણ પોતાની સેન્ટ્રો કારથી આપી ગયો હોવાનું જણાવ્યુ હતું. આમ બંને શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંતગર્ત મહિપતસિંહ ઝાલાની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જ્યારે કાળુભા ચૌહાણને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરીમાં પીઆઇ એમ.એન.ચૌહાણ, નારણ રાઠોડ, ગજેન્દ્ર જાડેજા, દેવરાજ ગઢવી, પુષ્પરાજસિંહ ચુડાસમા, રવજી બારાડિયા, જયપાલસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા તેમજ કપિલ દેસાઇ સહિત જોડાયા હતા.