૧૦૮ દારુની બોતલ સાથે આરોપીને ઝડપી પાડતી સામખીયાળી પોલીસ
૧૦૮ દારુની બોતલ સાથે આરોપીને ઝડપી પાડતી સામખીયાળી પોલીસ સામખીયાળી પોલીસ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ કો.બિન્દુભા જાડેજાને બાતમી મળેલ તે આધારે સામખીયાળી ટોલનાકા થી સામખીયાળી બાજુ આવેલ વિરાત્ર હોટલ સામે રોડ ઉપરથી એક સફેદ કલરની હુન્ડાઇ આઇ ૧૦ કાર નં. જી.જે-૧૨ બી.આર-૯૭૩૩ વાળી કારને રોકાવી તલાસી લેતા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇમ્પેક્ટ ત્રીપલ એક્સ ફોર સેલ ઓનલી હરીયાણા ના લેબલ વાળી ઇગ્લીશ દારુની બોતલ નંગ ૧૦૮ કિમત રુ ૩૭,૮૦૦ તથા હુન્ડાઇ આઇ-૧૦ કાર કિમત રુ ૨,૦૦,૦૦૦ આમ ટોટલ મુદ્દામાલ રુ ૨,૩૭,૮૦૦ સાથે આરોપી દિનેશ જીલેસિંગ ગુજ્જર ઉ.વર્ષ ૨૪ હાલે રહે. શુભમ સોસાયટી, સામખીયાળી તા.ભચાઉ-કચ્છ. મુળ રહે. છાજપુરકલા તા.બાપોલી થાના-સનોલી જીલ્લો પાનીપત (હરીયાણા) વાળાને પકડી પાડી તેના વિરુધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.