સામખિયાળીના મારામારી પ્રકરણમાં નાસતો ફરતો આરોપી પકડાયો
ભચાઉ તાલુકાનાં સામખિયાળી પોલીસે નાસ્તા ફરતા આરોપીની અટક કરીને ઉલટ કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે પૂર્વ બાતમીના આધારે મોહમદ યુસુફભાઈ હુસેનભાઇ વણજારા ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી મારામારીના ગુનામાં સંડોવાયેલો હતો અને છેલ્લા ધણા સમયથી નાસ્તો ફરતો હતો. આ આરોપી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.