રાજકોટ: થર્ટી ફસ્ટ અગાઉ ૫૫ લાખથી વધુનો વિદેશી શરાબનો જથ્થો પકડાયો

રાજકોટ: આગામી દિવસમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી થનાર હોય જેના અનુસંધાને રાજકોટ રેન્જ આઈજી દ્વારા પોતાના તાબા હેઠળ આવતા તમામ એસપી અને પોતાના સ્ટાફને વિદેશી શરાબ જપ્ત કરવા સુચના આપી છે. જે અન્વયે રાજકોટ રેન્જ આઈજીના સ્ટાફે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપરથી બંધ કન્ટેનર ટ્રક એમએચ-04-એફજ-7026 માં અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ભરેલ હતો.જેને ઝડપી પાડી કન્ટેનરને ચેક કરતા કન્ટેનરમાં સંતાડી રાખલે જુદી જુદી કંપનીની અંગ્રેજી શરાબની બોટલ નંગ ૩૦૯૪૮ કિંમત રૂ.૫૫,૫૭,૮૦૦ તથા ટ્રક રૂ.૨૦,૦૦,૦૦૦, મોબાઈલ ફોન ૧, રોકડ મળી કુલ રૂ.૭૫,૭૦,૫૫૦નો મુદામાલ જપ્ત કરી ડ્રાઈવર જોગીન્દરસિંહ સંતોકસિંહ સરદાર રહે. કલમપોલી, પનવેલ,મુંબઈને ધોરણસર ધરપકડ કરી અને ટ્રક માલીક થતા મુંબઈથી અંગ્રેજી શરાબનો જથ્થો મોકલનાર પવન રહે. રાજસ્થાન વાળો તથા બિલ્ટી પોરબંદરની બનાવેલ હોય સદર માલ મંગાવનાર કાર્યવાહીમાં ખુલે તે તમામ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *