કરજણ : મિયાગામ પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલો અકસ્માત, એકનું મૃત્યુ

કરજણ તાલુકાના મિયાગામ પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ને ઈજા પહોચી હતી.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત રાત્રના અરસામાં મિયાગામ પાસે કરજણથી આમોદ તરફ જઈ રહેલી ટ્રક નંબર જીજે ૦૬ એઝેડ ૫૪૮૬ ના ચાલકે પોતાની ટ્રક રોંગ સાઇડે હંકારી સામેથી આવી રહેલી એક્ટિવા નંબર જીજે ૦૬ એમબી ૦૩૯૭ને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ત્યાંથી ચાલતા જઇ રહેલા ગૌહરખાન ઐયુબખાન પઠાણ તથા એક્ટિવા ચાલક ઘનશ્યામભાઇ ઉંમરભાઇ ચૌહાણ તેમજ એક્ટિવા પર પાછળ બેસેલા ફૈયાઝખાન અનવરખાનને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતમાં એક્ટિવા ચાલક ઘનશ્યામભાઇને ગંભીર ઇજાઓ તથા ફૈયાઝખાનના પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમજ ગૌહરખાનને ઓછી વત્તી ઇજાઓ થવા પામી હતી. અકસ્માતમાં ઇજા પામેલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે કરજણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ઘનશ્યામ તથા ફૈયાઝખાનને વડોદરા રિફર કરાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મૂકી ભાગી ગયો હતો.અકસ્માતમાં એક્ટીવા ચાલકનું વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે ઐયુબખાન ખાનસાબ પઠાણે ટ્રક ચાલક વિરૂધ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ નોંધી ફરાર ટ્રક ચાલકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *