બોકરવાડામાં બંધ કારમાંથી શરાબની 516 બોટલ પકડાઈ
પાટણના બોરકવાડામાંથી કારની તપાસ કરતાં રૂ.2.06 લાખનો વિદેશી શરાબ, કાર સહિત રૂ. 3.06 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કરી લીધો હતો અને ત્રણ ઇસમો ભાગી ગયા હતા. એલસીબીએ બાતમીના આધારે બોકરવાડા ખાતે રહેતા ફારૂકી મોહમદઆરીફ કૈયુમુદીન, ફારૂકી સદામહુસેન કૈયમુદીનનાઓ એકબીજાના મેળાપીપણાથી બોકરવાડા મોટા મદ્રેસા સામે આવેલી ખુલ્લી જગ્યામાં બંધ હાલતની મેટાડોર કારમાં વિદેશી શરાબનો જથ્થો છુપાવી રાખ્યો છે. જે હકીકત આધારે પંચો સાથે દરોડો પાડીને મેટાડોર કારમાંથી વિદેશી શરાબની બોટલો નંગ 516, કિંમત રૂ.2,06,400 નો વિદેશી શરાબનો જથ્થો તથા મોટાડોર 407 કારની કિંમત રૂ.1,00,000 મળી કુલ કિંમત રૂ.3,06,400નો મુદામાલ જપ્ત કર્યો છે. આ બાબતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.