આધોઈ સીમમાં રૂ. 52,120ના દારૂ સાથે આરોપીની અટક
ભચાઉ તાલુકાનાં આધોઈ ગામની સીમમાં ભુજ આર.આર.સેલના સ્ટાફે દરોડો પાડીને 52 હજારના દારૂના જથ્થા સાથે એક આરોપીની અટક કરી લીધી હતી. ભુજ આર.આર.સેલના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ઇંગ્લીશ નવા વર્ષના અનુસંધાને ગત સવારના અરસામાં ટીમ પેટ્રોલીંગમાં હતી. તેવામાં મળેલ બાતમીના આધારે તાલુકાનાં આધોઈ છાયા વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ભરત મનજી કોલીની વાડી પર આવેલ ઝુંપડામાં તપાસ કરતાં અંદરથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 148 રૂ.52,120 નો જથ્થો મળી આવ્યો હતો. પરિણામે પોલીસે ભરત કોલીની અટક કરી લીધી હતી. તેમજ શખ્સની પુછતાછ હાથ ધરાતા જથ્થો પુના ભાણા ભરવાડ રહે.રાપરવાળાએ આપ્યો હોવાની કેફિયત આપી હતી. જેથી આર આર સેલએ સામખિયાળી પોલીસ સ્ટેશને ફોજદારી નોંધાવી હતી.