ભુજમાંથી અજાણ્યા ઈસમ દ્રારા સગીરા બાળાનું અપહરણ
ભુજમાંથી સગીરબાળાનું અપહરણ કરવામાં આવતા ધમધમી મચી છે. તા.29ના સાંજના અરસામાં લોહાણા સમાજવાડીના માર્ગ પરથી કોઈ અજાણ્યો ઈસમ સગીર બાળકીને લલચાવી, ફોસલાવીને તેનું અપહરણ કરીને નાસી છૂટયો હતો. જે બાબતે તે સગીર બાળાના વાલીઓએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.