ભુજ તાલુકાનાં કુકમાં ગામે સોનલ પાર્ક પાસે પોતાના કબજાના મકાનમાં ઇંગ્લીસ દારૂની એપિસોડ ક્લાસિક વિસ્કી કાચની બોટલો ગેરકાયદેસર રીતે વેચાણ કરી ગુનો કરેલ
તા.30-12-2018 નો બનાવ
ભુજ તાલુકાનાં કુકમાં ગામે સોનલ પાર્ક પાસે મીત પરેશભાઈ ચૌહાણ (ઉ.વ.29 રહે.સોનલ કૃપાનગર કુકમાં) એ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ઇંગ્લીસ દારૂની એપિસોડ ક્લાસિક વિસ્કી કાચની બોટલો નંગ 4 કિંમત રૂ. 1400/- નો તથા એક લેવાનો કંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન કિંમત રૂ.500/- ગણી એમ કુલ્લ કિંમત રૂ.1900/- પ્રોહી મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરેલ છે. જે બાતમી આધારે પોતાના રહેણાંક મકાનમાં રૂબરૂ બાતમીવાળી જગ્યાએ રેઇડ પાડતા ઇંગ્લીસ દારૂનો મળી આવ્યો હતો. મીત પરેશભાઈ ચૌહાણ પકડાઈ ગયો સ્વરુપસિંહ ઉર્ફે મામા સોઢા(રહે.મોટા રેહા) હાજર ન મળેલ ગુનો પધ્ધર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયેલ છે.