બાઈવારી વાંઢના 2 યુવકોને 4 ઇસમોએ લાકડીથી માર માર્યો
અબડાસાના બાઈવારીવાંઢના 2 યુવકને તેમના જ ગામના 4 ઇસમોએ અંગત અદાવતમાં લાકડીથી માર માર્યાનો બનાવ નલિયા પોલીસ સ્ટેશનના ચોપડે ચડ્યો છે. આ બનાવ રવિવારના બપોરના અરસામાં નલિયાના બસસ્ટેશન નજીક બન્યો હતો. મજીદ રમજાન જત અને અજીઝ સુમાર જત સહિતના અન્ય યુવકો રવિવારે કોઈ કામસર નલિયા આવ્યા હતા. ત્યારે જૂની અદાવતનું મનદુ:ખ રાખી હમજા ખમુ જત, અબ્દુલ્લા સાલે જત, શેરમામદ જત અને જુણસ સુમાર જતે માથા, પીઠ અને હાથ પર લાકડીઓ મારીને મજીદ અને અજીઝને ઇજાગ્રસ્ત કરી મારી નાખવાની ધમકી આપી હતી.