ઊંઝામાંથી દારૂ ભરેલી કાર સાથે ચાર શખ્સ ઝડપાયા
પાલનપુરથી મહેસાણા તરફ વિદેશી દારૂનો જથ્થો ભરીને જય રહેલ બોલેરો કારને ઊંઝા હાઇવે પર સર્કલ પાસેથી પોલીસે પકડી લીધી હતી. જેમાં વ્યક્તિઓની અટક કરીને દારૂના જથ્થા સાથે રૂ.3,50,520ની મતા જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મહેસાણા જીલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને પોલીસ દ્રારા પ્રોહીબીશન ડ્રાઇવ ચાલી રહી છે. તે અંત ર્ગત ઊંઝાના પીઆઇ આર.એલ.ખરાડી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે વખતે બાતમી મળી હતી કે એક બોલેરો કાર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને પાલનપુરથી મહેસાણા તરફ આવી રહી છે. જેના આધારે પોલીસની ટીમે ઊંઝા હાઇવે પર આવેલા સર્કલ ઉપર વોચ ગોઠવી હતી. તે સરમિયાન રહેલ બોલેરો કારને નાકાબંધી કરી રોકી હતી. આ કારમાં તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની 132 બોટલો મળી આવી હતી. પોલીસે કારમાં બેઠેલા કડીના કુરેશી આરીફ ઉર્ફે બજાજ મહંમદભાઈ સહિત ચાર વ્યક્તિઓની અટક કરી હતી. જ્યારે દારૂનો જથ્થો,રોકડ,મોબાઈલ અને કાર સહિત રૂ.3,50,520ની મતા જપ્ત કરીને શખ્સઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.