વીડી ગામેથી અઢી લાખની બોલેરો ચોરી જવાઈ
ગાંધીધામ અંજારના વીડી ખાતે આવેલ એક ભેડિયા પાસેથી રૂ.2,50,000 ની બોલેરોની કોઈ ઇસમો ચોરી કરી નાસી છૂટયા હતા. વીડી ગામે રહેતા નીતિન કાંતિલાલ હડિયાએ ચોરીની આ ધટના અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. તેમની બોલેરો કાર નંબર જીજે 12 એવાય 2310 વાળી પથ્થર તોડવાના ભેડિયા ઉપર રાખવામા આવતી હોય છે. ગત રાત્રના અરસામાં કોઈ ઇસમો રૂ.2,50,000 ની આ કારની ચોરી કરીને નાસી છૂટયા હતા. અંજાર શહેર અને તાલુકામાં પહેલા પણ બોલેરો વાહનો ચોરાયાં છે. જેના હજુ કોઈ સધડ મળ્યા નથી તેવામાં વધુ એક બોલેરોની ચોરીથી વાહનચાલકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી.