અંકલેશ્વર : પરિવાર અમદાવાદ ગયો ને તસ્કરો ઘરમાંથી રૂ.48,000ની મત્તા ચોરી કરી

અંકલેશ્વર શહેરનાં દિવા રોડ ઉપર આવેલી સાંઈ રેસિડન્સીમાં રહેતો પરિવાર અમદાવાદ ગયો હતો. તેમનાં બંધ ઘરને રાત્રના અરસામાં તસ્કરોએ નિશાન બનાવી રૂ. 48,000 ઉપરાંતની મત્તા ચોરી કરી ભાગી ગયા હતા.સાંઈ રેસિડન્સીનાં મકાન નંબર 72માં રહેતા સિલુબહેન આશીષ દિગસિયા જેઓ ગત તારીખ 29 ડિસેમ્બરનાં રોજ અમદાવાદ ખાતે કામ અર્થે ગયા હતા. બીજા દિવસે સવારે પાડોસીનો ફોન આવ્યો હતો કે તમારા ઘરનું તાળું તુટેલુ છે. અમદાવાદથી પરિવાર તાબડતોડ ઘરે પાછો આવ્યો હતો. આવીને જોતાં ઘરનાં દરવાજાનું ઈન્ટરલોક તૂટેલું હતું.ઘરમાં જોતાં ટીવી સોકેશમાં રાખેલા રૂ.45,000 રોકડાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેમજ તિજોરીમાં મુકેલા ચાંદીના સિક્કા તથા અન્ય 3,000 પણ ગાયબ હતા. આ બાબતે સિલુબહેને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને જાણ કરી ચોરી બાબતની ફરિયાદ લખાવી હતી. પોલીસે રૂ. 48,000ની ચોરી બાબતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *