ખારાઈ ગામે ડમ્પરમાંથી કચરો ઉડવા હોવાનું કહેતા યુવાનને મારી નાખવાની ધમકી

લખપત તાલુકાનાં ખારાઈ ગામે ડમ્પરમાંથી કચરો ઊડતો હોવાનું કહેતાં યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ બાબતે વાયોર પોલીસ સ્ટેશનમાં ઈસ્માઈલ ઓસમાણ પઢિયારે લખાવેલી ફરિયાદ મુજબ ઉંમર અબ્દ્રેમાન રાયમા, મામદ અબ્દ્રેમાન રાયમા તથા જુમા આદમ રાયમાએ મળીને ઇસ્માઇલના ખેતરની બાજુમાંથી ડમ્પરો ચલાવતા હોવાથી ડમ્પરમાં રહેલો કચરો ઉડીને ઇસ્માઇલના ખેતરમાં પડ્યો હતો. જે બાબતે ઈસ્માઈલે શખ્સોઓને ઠપકો આપતાં ત્રણેય શખ્સોએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *