ભુજમાં જાહેરમાં જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા

ભુજના સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાછળ વાવ ફળિયામાં જુગાર રમતા 11 શખ્સોની પોલીસે અટક કરી રૂ.15,790નો મુદામાલ કબ્જે કર્યો હતો. ભુજના વાવ ફળિયામાં જાહેરમાં જુગાર રમાતી હતી દરમ્યાન અચાનક પોલીસે દરોડો પાડતા રાહુલ જીતેન્દ્ર ગોર, પ્રકાશ ગૌરીશંકર ગોર, અનિલ કાંતિલાલ રાજગોર, ભરત શાંતિલાલ ગોર, ચિરાગ જેન્તીલાલ ઠક્કર, વિમલ રમેશચંદ્ર રાજગોર, ભાવિન દિનેશ ગોર, નીતિન વિશનજી ગોર, નીતિન શંકરલાલ ગોર, રાજેશ નરેન્દ્ર રાજગોર, મહેશ ભવાનજી ગોર નામના શખ્સોને ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂ.10,790 તથા 7 મોબાઈલ એમ કુલ રૂ.15,790નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.