એક જ પરિવારના ૧૦ લોકોની જિંદગી ટુંકાઈ ગઈ હતી
ગઇકાલે ભચાઉ પાસે જે ટ્રીપલ અકસ્માત બનાવમાં એક જ પરિવારના ૧૦ લોકોની જિંદગી ટુંકાઈ ગઈ હતી. ત્યારે સવારે એકસાથે આ તમામ લોકોની અર્થી ઉઠતાં સમગ્ર માહોલ ગમગીન બની ગયો હતો. આ સમયે સમગ્ર ગામ માં દુખ ની લાગણી છવાઈ હતી. જોકે આ અકસ્માત ની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું પરંતુ ૨ કલાક ની જહેમત બાદ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા.