સુદાણાવાંઢ અને આદિપુરમાં 514 બોટલ દારૂ પકડાયો
થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ કચ્છમાં અલગ અલગ સ્થળોએ પોલીસે દરોડાપાડીને અંગ્રેજી દારૂનો મુદામાલ પકડી પાડ્યો હતો. જાણવા મળતી વિગતો પ્રમાણે રાપર તાલુકાનાં સુદાણા વાંઢ ખાતે અંગ્રેજી દારૂની બોટલ નંગ 480 કિંમત રૂ. 48 હજારનિ મળી આવી હતી. આ ઘટનામાં મૂળ ડાંભુદાના અને હાલે ભચાઉ રહેતા રણજીતસિંહ ભારાજી સોઢાને ઝડપી પાડીને તેની પૂછપરછ કરતાં મોટી ચિરઈના કાના વેલા બઢીયા, પધમનસિંહ ઉર્ફે પદુભા અશોકસિંહ ઝાલાએ વેચાણ અર્થે આપ્યો હોવાની કેફિયત આપી હતી. આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આદિપુરના સિંધુનગર ખાતે રહેતા નરેશ વિશનદાસ તેજવાનીના કબ્જામાંથી દારૂની બોટલ નંગ 34 કિંમત રૂ.7,000 નિ મળી આવી હતી. પોલીસે એક બાઇક પણ જપ્ત કરી છે.