વાવડી ગામે દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીની ઝડપાયા
વેરાવળ તાલુકાનાં વાવડી ગામે સીમ વિસ્તારમાં અસફાક હાજી લાડવા, લાલા ધાના મેવાળા, સંજય મનસુખ મકવાણા વિદેશી દારૂ વેચતા હોય અને મોટો જથ્થો રાખેલ હોવાથી બાતમીના આધારે પોલીસ રેડ પાડી 500 બોટલો રૂ.25,000 હેરાફેરી કરવા માટે રિક્ષા 1 રૂ.80,000 મળી કુલ રૂ.1,05,000 નો મુદામાલ સાથે ત્રણેય શખ્સની અટક કરી હતી.