ઉના નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ
ઉના દેલવાડા રસ્તા ઉપર ટ્રક ચાલકે મોટર સાયકલ ઠોકર મારતા યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે બાઇક ચાલકને ઇજા પહોચી હતી. ઉના દેલવાડા રસ્તા ઉપર ઉનાથી અમરેલી જીલ્લાના મોટા લીલાયા ગામના મહેશભાઇ જીવરાજભાઈ પરપાર તેમના મિત્ર અંકુરભાઈ વીનુભાઈને પાછળ બેસાડી મોટર સાયકલ ઉપર જય રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા ટ્રકના ચાલકે ટ્રક બેદરકારીથી ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા બંને ફંગોળાઈ રસ્તા ઉપર પડતાં અંકુશભાઈને માથામાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. જયારે મહેશભાઇને ઇજા પહોચી હતી. ઉના પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.