લુડો એપ્લીકેશન ઉપર ઉપર પાસાનો જુગાર રમતા ચાર યુવકો પકડાયા
મહેસાણા હાઇવે પર આવેલ રમોસણા પુલના છેડે મોબાઈલ પર ઓનલાઇન લુડો જેમથી જુગાર રમી રહેલા ચાર યુવકોની પોલીસે અટક કરી છે. આ સ્થળેથી રૂ.1,05,070નો મુદામાલ જપ્ત કરી પોલીસે બધુ કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ટરનેટના જમાના કેશલેસ વ્યવહારોનું ચલણ વધ્યું છે. વળી, યુવાધન મોબાઈલના રવાડે ચઢયા છે. અને સમય પસાર કરવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે. જેમાં મહેસાણા બી ડિવિઝન પોલીસની ટિમ પ્રોહિબીશન ડ્રાઇવમાં હતી વખતે મળેલી બાતમીમાં આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશને શહેરના હાઇવે પર આવેલ રમોસાણા પુલના છેડે દર્શન હોટલ પાસે પથ્થર પે બેસીને મોબાઈલ પર લુડો એપ્લીકેશન ઉપર ઓનલાઈન જુગાર રમી રહેલા આકીબહુસેન મહંમદસીમખાન, આસીફ સમસુદીન શેખ, મહંમદઅક્રમ, મહંમદ સાબીર શેખ તેમજ મહંમદ તોસીબ મહંમદફીજ પઠાણની અટક કરી હતી. આ સ્થળેથી પોલીસે રોકડ 4 નંગ મોબાઈલ તેમજ બાઇક મળી કુલ રૂ.1,05,070નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.