મેધપરમાંથી 86,600ની ઘરફોડ તસ્કરી
અંજાર તાલુકાનાં મેધપર બોરીચી વિસ્તારમાં રહેણાંક વિસ્તારને કોઈ આરોપીઓ નિશાન બનાવી 86,000 ની તસ્કરી કરી હોવાની અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ છે. આ બાબતની મળતી વિગતો પ્રમાણે અંજાર પોલીસ સ્ટેશને બિપલેન્દ્ર દિનદયાલ પાંડે(રહે. મકાન નં 162, પુષ્પ કોટેજ) મેધપર બોરીચીએ ફરિયાદ લખાવી છે કે, પોતાના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી દરવાજામાં તાળું તોડી કબાટમાં રાખેલા સોના- ચાંદીના દાગીના તથા રોકડ રકમ અને કેમેરો મળી કુલ રૂ.86,600 ના મુદામાલ તસ્કરી કરી ગયેલ છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.