આદિપુરથી બિયર સાથે બે પકડાયા

આદિપુરમાં ટેવરામ સર્કલ નજીક મારૂતિ સ્વીફટમાં બિયર સાથે બે આરોપીઓને પકડી પાડ્યા હતા. આ બાબતની મળતી વિગતો પ્રમાણે આદિપુર પોલીસ દ્રારા શહેરના ટેવરામ સર્કલ નજીક સ્વીફટ કાર નંબર જીજે 12 સીજી 3896માં તપાસ કરતાં ભારતીય બનાવટનો બિયરની બોટલ નંગ 13 કિંમત રૂ.1300 સાથે ક્રિષ્ના રમેશભાઈ ઝરૂ (રહે ભીમાસર ચકાસર તા. અંજાર) અજય નારાણભાઇ ઝરૂ (રહે ભીમાસર ચકાસર તા. અંજાર) ને પકડી પાડ્યા હતા. પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.