ભુજના હોસ્પિટલ રોડ પરથી વધુ એક બાઈકની ચોરી
ભુજ શહેરમાં વાહનચોરો રોજિંદા એકાદ વાહન ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ધમધમતા વિસ્તારોમાં ચોરીની ઘટના બની રહી છે. હોસ્પિટલ રોડ પરથી બાઇક ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફેનીલ કિરણભાઈ માંકડ(રહે.શારદા સોસાયટી, મકાન નં 2, વિજયનગર)ના મકાન બહાર પાર્ક કરેલી જીજે 12 એસી 4567 નંબરની મોટરસાયકલ કિંમત રૂ. 5,700ની ગત રાત્રિના અરસામાં કોઈ અજ્ઞાત ઇસમો ચોરી કરી ગયા હતા. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા.