અંકલેશ્વર : ચોરીની બાઇક સાથે એક શખ્સ ઝડપાયો
અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચીનાકા નજીકથી ચોરીની બાઇક કિંમત રૂ.૨૦,૦૦૦ સાથે એક શખ્સની કરી અટક કરી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે ભરૂચીનાકા નજીકથી એક આરોપી ચોરીની બાઇક નંબર એમએચ 12 ઇએ 9949 પસાર થવાનો છે. પોલીસ ભરૂચીનાકા નજીક પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વર્ણન મુજબની બાઇકને ઊભી રાખી હતી॰પોલીસે યુવાન પાસે બાઇક સાથે ના જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. પરંતુ કાગળો અંગે આરોપી કોઈ જવાબ ન આપતા પોલીસે તેની બાઇક કિંમત રૂ.૨૦,૦૦૦ની સાથે યુવાનની પૂછપરછ કરતાં યુવાને આ બાઇક ચોરીની હોવાનું કબલ્યું હતું. યુવાને પોલીસની પુછપરછમાં તેનું નામ રોહીત શંકર વસાવા હોવાનું તેમજ અંકલેશ્વર તાલુકાના હરીપુરાના મંદિર ફળિયામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચોરીની બાઇક સાથે યુવાનની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.