પાટણ જિલ્લા પોલીસે 51,000ના દારૂ સાથે ત્રણ બૂટલેગરો ઝડપાયા
31 ડિસેમ્બરની ઉજવણીને લઈ જિલ્લા પોલીસ અધિક્ષકના આદેશથી પાટણ એલ.સી.બી. દ્રારા બોરસણ ગામે ભારતીય બનાવટનો વિદેશી દારૂના વેચાણ કરતાં ઠાકોર રમેશજી મગનજી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે તેના ઘરે કાર્યવાહી કરતાં પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી થઈ કુલ 240 બોટલ રૂ.43,200 ની મળી આવતા જપ્ત કરી ઠાકોર રમેશજી મગનજી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે. તો રૂવાવી ગામે એલ.સી.બી. દ્રારા દરોડો પાડતા ગામમાં ઠાકોર દશરથજી ચતુરજી , ઠાકોર અર્જુનજી ચતુરજી ઉંઝા આવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચતા હોવાથી જાણ થતાં માર્ગ ઉપરથી પસાર થતાં પલ્સર તેમજ સ્પ્લેન્ડર બાઇક ઊભું રાખી કાર્યવાહી હાથ ધરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 31 બોટલો કિંમત રૂ.7,900 મળી બંને બાઈકો તેમજ મોબાઈલ જપ્ત કરી રૂ.78,600 નો મુદામાલ જપ્ત કરી બંને શખ્સોની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પાટણ શહેરના જી.ઇ.બી. નજીકથી વાહન ચેકિંગ સરમ્યાન ઠાકોર અજયજી સોવનજી મેસ્ટ્રોની તપાસ કરતાં તેમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલ 20 કિંમત રૂ.2000 ની મળી આવતા પોલીસે દારૂનો મુદામાલ જપ્ત કરી મેસ્ટ્રો કિંમત રૂ.25,000 મળી કુલ રૂ.27,000 નો મુદામાલ જપ્ત કરી પાટણ બી ડિવિઝન પોલીસે બૂટલેગરની અટક કરી છે.