પ્રાગપર પાસે તલાટીને માર મારીને 70,000ની લૂંટ ચલાવાઇ

રાપરની પ્રાગપર ચોકડીએ સાંજે મોટર સાયકલ પર જઇ રહેલા ઉમૈયા ગામના તલાટી પર હુમલો કરી પાંચથી છ અજાણ્યા ઇસમો સોનાની ચેઇન અને મોબાઈલ ફોન લૂંટી નાસી છૂટયા હોવાની ઘટના બની છે. આ બાબતની મળતી વિગતો અનુસાર ઉમૈયા ગામના તલાટી ગમુજી રાઠોડ તેમના એક અન્ય તલાટી મિત્ર સાથે પ્રાગપર ચોકડીથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સાંજના અરસામાં આ ઘટના બની હતી. અજાણ્યા ઇસમો તેમની સાથે ઝપાઝપી કરી મુઢ માર મારી ગળામાં પહેરેલી સોનાની ચેઇન અને મોબાઈલ ફોન મળી અંદાજે  રૂ.70,000ની માલમતા લૂંટી નાસી છૂટયા છે. ઘટના અંગે જાણ થયા બાદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ ચારેતરફ નાકાબંધી  કરી શખ્સોને પકડી પાડવા તલસ્પર્શી કાર્યવાહી હાથ ધરી છે. ઘાયલ તલાટીને રાપરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના અંગે જાણ થતાં રાપરના તાલુકા વિકાસ અધિકારી એ.બી.પરમાર સહિત તલાટી મંડળના હોદેદારો હોસ્પિટલ  દોડી આવ્યા છે. ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *