માંડવી તાલુકામાં નાના છોકરાઓના જગડાના કારણે સમજાવવા જતાં યુવક પર ત્રણ શખ્સો દ્રારા લાકડી વડે હુમલો
તા.1-1-2019 નો બનાવ
માંડવી તાલુકાનાં સર્વોદય સોસાયટી ની બાજુના રોડ ઉપર સલાયા બીટ પાસે સલીમ તાલબ પઠાણ, અસલમ તાલબ પઠાણ , ઈરફાન અલીમામદ પઠાણ(રહે. ત્રણે પાણી પુરવઠાની ઓફિસની બાજુમાં માંડવી મસ્કા રોડ) એ નાના છોકરાઓના જગડાના કારણે સમજાવવા જતાં આ કામમાં જણાવેલ સલીમ તાલબ પઠાણ વાળાએ એકદમ ઉશ્કેરાઈ જઈ મોહમદ સાહિદ ઇબ્રાહિમને પોતાના હાથમાની લાકડી વડે માથાના ભાગે માર મારી સામાન્ય ઇજા પહોચાડી તથા અસલમ તાલબ પઠાણ તથા ઈરફાન અલીમામદ પઠાણએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ છે. જેની નોંધ માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.